કલ્કિ તીર્થધામ ખાતે ક્રીડાભારતીના અધિવેશનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પધાર્યા

સાવધાન : ઓનલાઇન નોકરી, રોકાણ અને રોમાન્સ
શિરીષ ભાઈ મહેતા
( વરિષ્ઠ વાણિજ્ય સંપાદક )
પહેલા જેમને વૃદ્ધો કહેતા તેઓ હવે58- 60 વર્ષના થાય એ સાથે તેમને ‘સિનિયર સીટીઝન’નો થપ્પો લાગી જાય છે. આ વરિષ્ઠો – સિનિયર સીટીઝનના હાથ-પગમાં એવી જ સ્ફૂર્તિ છે જે દસ વર્ષ પહેલા હતી. દિમાગ પણ પહેલાના જેટલું જ તેજ ચાલે છે. તે છતાં તેમને નોકરીમાંથી રીટાયર કરી દેવામાં આવે છે. દેશમાં સરેરાશ આયુષ્ય વધીને 72 વર્ષનું થયું હોવા છતાં તેમને નોકરીમાંથી ની.મુ. (નિયમ મુજબ) રીટાયર કરી દેવાય છે.
સરકારી નોકરી હોય તો પેનશન મેળવવા જેટલા ભાગ્યશાળી, પણ ખાનગી નોકરી હોય તો પગારમાંથી કપાત કરીને ભેગાં થયેલા પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેચ્યુઈટીની સારી એવી રકમ જમા હોય છે. એના જે પૈસા બેન્ક ખાતાંમાં એમાં પોતાની રૂપિયો રૂપિયો બચાવીને ભેગી કરેલી બચતની ફિક્ષ્ડ ડિપોઝીટ (એફડી) કરી તેના મળનારા વ્યાજની દર મહિને પ્રતીક્ષા કરતા રહે. પેનશનની આવક હોય કે ન હોય, આવા સેવા નિવૃત્ત મધ્યમ વર્ગના સરેરાશ સિનિયર સીટીઝનો – વરિષ્ઠોની આર્થિક હાલત બહુ સારી હોતી નથી. સંતાનો ભણીગણીને માંડ લાઈને ચડ્યા હોય, તેઓ પરણ્યા હોય અથવા પરણાવવાનાં ખર્ચા બાકી હોય ત્યાં ઘરે બેસવાનો વારો આવે છે. ઘરે બેસીને પણ તેમને જંપ નથી.
હવે તેઓ જીવનના એક જોખમી મોડ ઉપર આવે છે. એમની પાસે સમય જ સમય હોવાથી ઘરમાં બેસીને સમય પસાર કરવું શું, એ પ્રશ્ન ઊભો થવો જોઈએ, પણ એ પ્રશ્ન થતો નથી કારણ કે હાથમાં મોબાઈલ ફોન હોવાથી એના મારફત મળે છે સોશિયલ મીડિયાની રોમાંચક દુનિયામાં પ્રવેશ. વૉટ્સ એપ, ફેસબુકના માધ્યમે મનોરંજન મળે, નવું જાણવાનું મળે, નવા નવા મિત્રો પણ મળે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ જેવા પ્લેટફોર્મ ઉપર અજાણી વ્યક્તિઓની ‘ફ્રેન્ડ્સ રિકવેસ્ટ’ આવતી જાય. એને એસસેપ્ટ કરી પોતાનો પરિચય આપે અને મેળવે. જેમની ‘ફ્રેન્ડ્સ રિકવેસ્ટ’ આવે એ સ્માર્ટ અને મોડર્ન યુવતી ફોટામાં દેખાતી હોય. એ યુવતી મોટી ગેંગની એજન્ટ હોવાની શક્યતા ભરોભાર. પ્રોફાઈલ ફોટામાં દેખાય એ યુવતી એ જ હોય અથવા ન હોય, નામ સાચું હોય અથવા ન હોય પણ એ સાચું તે જે કોઈ હોય, ધૂર્ત જ હોય. આવા ધૂર્તો નિવૃત્ત વરિષ્ઠોની પ્રોફાઇલ જોયા પછી ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલે છે. તેમના નિશાના ઉપર છે વરીષ્ઠોનું નિવૃત્તિ ભંડોળ અને પ્રતિષ્ઠા .
ટૂંકમાં, ગ્રાહકો એક યા બીજી રીતે વધુ કિંમત ચૂકવતા જ હોય છે.
મોટા ભાગના ધૂર્તોની વરીષ્ઠોને ફસાવવાની પદ્ધતિ એકસરખી છે. પહેલા મેસેન્જર અને પછી વૉટ્સ એપ ઉપર સંદેશા વહેવાર શરૂ થાય છે. ‘ ગુડ મોર્નિંગ’ જેવી નિર્દોષ વાતચીત દ્વારા તેઓ વરિષ્ઠોની પારિવારિક પૃષ્ઠભૂમિકા, તેમના શોખ અને નબળાઈઓ જાણી લે છે. આ વરિષ્ઠોની નબળાઈ મુખ્યત્વે બે- ત્રણ પ્રકારની હોય છે – વધારાની આવક મેળવવા માટે ઓનલાઇન નોકરીની, રોકાણની અથવા રોમાન્સની. ધૂર્તો વરિષ્ઠોને વધારાની આવક કમાવા માટે શેરબજારથી લઇ જાતજાતની રોકાણની અથવા ઓનલાઇન પાર્ટ ટાઈમ કરી શકાય એવા સહેલા કામની ઓફર આપે જેનું વળતર આકર્ષક હોય. જેના ઘટમાં ઘોડા થનગનતા હોય એવા વરિષ્ઠો ઓનલાઇન રોમાન્સમાં લપેટાય. ફોટા અને વીડિયો ક્લિપની આપ લે થયા પછી ધૂર્તોનો ખેલ શરૂ થાય. વરિષ્ઠોને એકાદ બે વાર વળતર મળે પછી તેઓ લાલચમાં આવી બેન્ક એકાઉન્ટમાંથી ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરીને, ફિક્ષ્ડ ડિપોઝીટ તોડીને, શેર અને દરદાગીના વેચીને એના પૈસા આવા ધૂર્તો કહે એ બેન્ક એકાઉન્ટમાં જમા કરાવતા રહે, બસ કરાવતા જ રહે. એક દિવસ એવો આવે જયારે તેમના બેન્ક એકાઉન્ટમાં તળિયું દેખાય. સામે વચન આપ્યા મુજબનું વળતર બંધ થઇ ગયું હોય. મગજમાં બત્તી થાય કે તેમના બારે વહાણ ડૂબી ગયા ત્યારે મોડું થયું હોય છે.
મુંબઈના પૉશ ઉપનગર મુલુંડમાં બનેલો એક કરુણ કિસ્સો વરિષ્ઠોએ યાદ રાખવા જેવો છે. એક મલ્ટીનેશનલ કંપનીમાંથી 2021માં નિવૃત્ત થયેલા ઉચ્ચ અધિકારીનો સુમન ગુપ્તા નામની એક મહિલાનો વૉટ્સ એપ ગ્રુપ મારફતે પરિચય થયો. સુમને પોતાને એક સ્ટોક બ્રોકિંગ ફર્મની સાથે જોડાયેલી હોવાનું કહી એમને વૉટ્સ એપ ગ્રુપમાં જોડાવાની લિંક મોકલી. આ ગ્રુપ શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ અને આઇપીઓ ( શેર ભરણાં)માં પૈસા રોકીને મબલખ વળતરની લાલચ આપતું હતું. આ નિવૃત્ત સજ્જને એ ગ્રુપમાં જોડાઈ પહેલા પોતાનો બેન્ક એકાઉન્ટ ખાલી ર્ક્યો, એફડી તોડી, શેરનું રોકાણ વેચી નાખ્યું અને કાંઈ બચ્યું નહીં ત્યારે પોતાનો ફ્લેટ વેચી નાખ્યો. જયારે ખાતાંમાં જમા દેખાતો નફો ઉપાડવા ગયા ત્યારે જાણ થઇ કે એમને બ્લોક કરવામાં આવ્યા હતા. છેવટે તેઓ પોલીસ ફરિયાદ કરવા ગયા કે તેમની સાથે દસ કરોડ રૂપિયાની છેતરપીંડી થઇ છે.
મુંબઈના પૉશ ઉપનગર મુલુંડમાં બનેલો એક કરુણ કિસ્સો વરિષ્ઠોએ યાદ રાખવા જેવો છે.
સાઇબર ગુનાનો વ્યાપ માન્યામાં આવે નહીં એટલો મોટો છે. ગયા વર્ષ – 2024માં દેશમાં સાઇબર ગુના દ્વારા 22, 845 કરોડ રૂપિયાની છેતરપીંડી થઇ હતી. આગલા વર્ષ 2023ની સરખામણીએ આ પ્રમાણ 206 ટકા વધુ હતું. ત્રણ વર્ષમાં છેતરપિંડીની રકમ દસ ગણી વધી છે! આ વર્ષ પૂરું થાય ત્યાં સુધીમાં લોકોએ સાઇબર ગુનાઓ દ્વારા 20,000 કરોડ રૂપિયા ગુમાવ્યા હોવાનો કાચો અંદાજ છે.સરકાર, પોલીસ તંત્ર અને બેન્કો દ્વારા આવા સાઇબર ગુના સામે લોકજાગૃતિ કેળવવા વ્યાપક અભિયાન ચલાવવામાં આવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વયં કહ્યું છે કે, ડિજિટલ અરેસ્ટ જેવું કાંઈ નથી. એ છતાં, વરિષ્ઠો સાઇબર ગુનાના શિકાર બનતા રહે છે. ભણેલાં પણ ડિજિટલ અને નાણાંકીય સાક્ષરતા ઓછી હોવાથી ભલભલા વરિષ્ઠો એમના લાલચ અને ભયના કારણે જિંદગીભરની બચત ગુમાવી દે છે.
હવે તો બેન્કોની યંત્રણા એવી સક્ષમ કરવામાં આવી છે કે કોઈ વરિષ્ઠ ડીપોઝીટર તેના ખાતામાંથી મોટી રકમ ટ્રાન્સફર કરવા જાય ત્યારે તેને વૉટ્સ એપ અને મોબાઈલ મારફત ચેતવણી આપવામાં આવે. મોટી રકમની ટ્રાન્સફર પહેલા દિવસે મર્યાદિત હોય. એ પછી પણ વરિષ્ઠ ગ્રાહક જાગે નહીં તો જરૂર પડ્યે તેનો બેન્ક એકાઉન્ટ બ્લોક કરવામાં આવે જે ગ્રાહકની સંમતિ મળ્યા પછી જ ફરી સક્રિય થાય. ફેસબુક જેવા પ્લેટફોર્મ પણ અજાણી વ્યક્તિની સાથે દોસ્તી કરવા સામે ચેતવણી આપે છે. આની ખાસ અસર હજી દેખાતી નથી. આનું મુખ્ય કારણ છે -લાલચ અને ભય. આ કારણો શેરબજારની અંદર અને બહાર કામ કરતા હોય છે.
આ ધૂર્તો ગરજાઉ અને બેકાર યુવકોને કમિશનની લાલચ આપી એમના બેન્ક એકાઉન્ટનો આવા પૈસા મેળવવા માટે ઉપયોગ કરે. આને ‘મ્યુલ એકાઉન્ટ’ કહે છે. વરીષ્ઠોના પૈસા આવા મ્યુલ એકાઉન્ટમાં જમા થયા પછી ધૂર્તો પૈસા ઉપાડી લે. જે વેબસાઈટ દ્વારા તેમણે રોકાણ કર્યું હોય એ આ શિકારને બ્લોક કરી દે. ઓનલાઇન બનેલા નવા ફ્રેન્ડ્સ પણ એમને બ્લોક કરી દે છે. જે વરિષ્ઠો રોમાન્સની જાળમાં લપેટાયા હોય એમને ડિજિટલ અરેસ્ટની ધમકીઓ શરૂ થાય.
ધૂર્તો વરિષ્ઠોની મનોદશા જાણે છે કે તેઓ પૈસાની છેતરપિંડીમાં અથવા રોમાન્સના બ્લેકમેઇલિંગમાં ફસાયાની વાત બહાર પડે તો તેમની પરિવાર અને સમાજમાં બદનામી અને ઉપહાસ થાય. તેથી તેઓ પોલીસ ફરિયાદ કરવાનું ટાળે છે. પણ તેમણે ડરવાની જરૂર નથી. તેઓ ભારત સરકારે બનાવેલા National Cyber Crime Reporting Portal દ્વારા https://cybercrime.gov.in લીકથી ફરિયાદ કરશે તો એ ગુપ્ત રહેશે, માત્ર પોલીસ અને લાગતાવળગતા સત્તાવાળાને જાણ થશે.
વરિષ્ઠોએ સાઇબર ગુનાના શિકાર બનવું ન હોય તો નાણાંકીયની સાથે ડિજિટલ સાક્ષરતા પણ કેળવવી પડશે. અજાણી વ્યક્તિને અથવા વેબસાઇટને ઓટીપી આપવાથી કરોડપતિમાંથી રાતોરાત રોડપતિ બનવાના દિવસો આવે છે.
વરિષ્ઠોએ સાઇબર ગુનાના શિકાર બનવું ન હોય તો નાણાંકીયની સાથે ડિજિટલ સાક્ષરતા પણ કેળવવી પડે
નાના જવેલર્સની ખબર નથી પણ મોટા જ્વેલર્સ ઘડામણ ( મેકિંગ) ચાર્જ પ્રતિ ગ્રામ રૂપિયામાં લેતા હોય છે. સોનાંના ભાવ વધ્યા હોવાથી તેઓ ગ્રાહકોને આકર્ષવા માટે મેકિંગ ચાર્જમાં પહેલેથી છૂટ જાહેર કરે અથવા તહેવારો હોય ત્યારે શૂન્ય દર રાખે. કેટલાક મોટા સ્ટોર્સમાં ભાવમાં એમની બ્રાન્ડની કિંમત આડકતરી વસૂલવામાં આવે છે. આવા સ્ટોર્સમાં ભાવતાલ થતા નથી પણ ગ્રાહકને સાચવવા તેઓ પર્સ, કેલેન્ડર જેવી ગિફ્ટ આપે.
માધ્યમ કદના સ્ટોરમાં અથવા સોની બજારની દુકાને સોનાના ભાવમાં અને દાગીનાની મજૂરીમાં ભાવતાલ થઈ શકે છે. તેઓ વજન ઉપર મજૂરી લેતા હોય છે, ટકામાં લેતા હોવાનું જાણ્યું નથી. પણ સોનામાં મિલાવટની શક્યતા હોય. ટૂંકમાં, ગ્રાહકો એક યા બીજી રીતે વધુ કિંમત ચૂકવતા જ હોય છે.

દાદરના BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા મુંબઈની ૮ બાલિકા વિદુષીઓએ પ્રાચીન વૈદિક પરંપરાઓને જીવંત કરી
સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા અમદાવાદના આંગણે ભક્તિ, જ્ઞાન અને સેવાનો નવો ઈતિહાસ રચાશે.

ગુરુદેવ કહેતા કે જીવનનો ભાર મારા ભરોસે મૂકી દે હું છુ ને : સદગુરૂદેવ પારસમુનિ

બોરીવલીની ઋષભાયન પરિષદ ભગવાન ઋષભદેવ દ્વારા દર્શાવેલી જીવનપદ્ધતિનું સુંદર દર્શન : દેવેન્દ્ર ફડણવીસ

ઋષભદેવના જીવન અને યોગદાન પર આધારિત ત્રણ દિવસીય
આંતરરાષ્ટ્રીય પરિસંવાદ ” ઋષભાયન ૦૨” બોરીવલીમાં

દેશભક્તિ અને હિન્દુત્વના રંગોથી રંગાયેલા શ્રી અરવિંદભાઈ બ્રહ્મભટ્ટને સમાજ રત્ન ભૂષણ એવોર્ડ

સમર્પિત સેવાભાવી અને સફળતાના સરતાજનું સન્માન કરવા માટેની પ્રતિભાના નામના આપના સૂચનની ડિજિટલ મંચ ” સમાજ રત્ન ” પ્રતિક્ષા કરી રહ્યું છે…

શા માટે સતપંથાચાર્યજીનું નેતૃત્વ ઉત્તમ છે ? (ભાગ-7)

શા માટે સતપંથાચાર્યજીનું નેતૃત્વ ઉત્તમ છે ? (ભાગ-6)

શા માટે સતપંથાચાર્યજીનું નેતૃત્વ ઉત્તમ છે ? (ભાગ-૫)

શા માટે સતપંથાચાર્યજીનું નેતૃત્વ ઉત્તમ છે ? (ભાગ-૪)

શા માટે સતપંથાચાર્યજીનું નેતૃત્વ ઉત્તમ છે ? (ભાગ-૩)

શા માટે સતપંથાચાર્યજીનું નેતૃત્વ ઉત્તમ છે ? (ભાગ-૧)

શા માટે સતપંથાચાર્યજીનું નેતૃત્વ ઉત્તમ છે ? (ભાગ-૨)





મોરારિ બાપુની “માનસ વંદે માતરમ કથા” ( ભાગ- ૯ )



મોરારિ બાપુની “માનસ વંદે માતરમ કથા” ( ભાગ- ૮ )



મોરારિ બાપુની “માનસ વંદે માતરમ કથા” ( ભાગ- ૭ )


મોરારિ બાપુની “માનસ વંદે માતરમ કથા” ( ભાગ- ૬ )

મોરારિ બાપુની “માનસ વંદે માતરમ કથા” ( ભાગ- ૫ )

શ્રી કેવલ કૃષ્ણ દેઓલજી આપનો સુપુત્ર ધર્મેન્દ્ર ભલે………….

પૃથ્વી પાટીદાર
ધર્મેન્દ્ર એક સાચા અદાકાર કલાકાર જ નહીં પણ એક સાચા નેકદિલ ઇન્સાન પણ ! તેઓ થોડા શરારતી, તોફાની અને કોમેડિયન પણ ખરા ! બહાદુરોના બહાદુર હતા. પોતાના અણમોલ સ્વભાવને વફાદાર હતા. મહાન આત્મા સંસારમાં રહી કઈ રીતે જીવન જીવે એ પ્રશ્નનો જવાબ હતા.
ફિલ્મ જગતની છ દાયકા કરતા લાંબી કારકિર્દીમાં અનેક નિર્માતા, દિગ્દર્શક, કેમેરામેન, હીરો હિરોઈન થી માંડીને સ્પોટબોય સુધીની વ્યક્તિઓ સાથે કામ કર્યું છતાં દરેક સાથે મીઠા મધુરા સંબંધો જાળવ્યા, માણ્યા. તેમનાં વ્યક્તિત્વમાં ભવ્યતા હતી તો સાથોસાથ સાદગી પણ હતી. તેમણે જેટલી વિવિધતા ધરાવતી ભૂમિકાઓ કરી છે તેટલી કોઈ કલાકારે નથી કરી. ભારતના ગ્રામ્ય પુરુષની તાકાત સંસ્કાર તેમના છલકાતા હતા. આથીજ ઝડપથી બદલાતી રહેતી ફિલ્મ લાઈનનો દંભ તેમને સ્પર્શી ન શક્યો. કોઈપણ સમાધાન વિના સંઘર્ષ કરી શક્યા. અનેક પ્રકારના દુર્ગુણોથી છલકાતી દુનિયામાં
આને તેમનો મોટો સદ્ગુણ કહી શકાય.
જીવનની સ્પર્ધામાં તમારી આગળ પાછળ સાથીઓ આવતા જતા રહે ત્યારે કેવી રીતે વર્તવું એ પ્રોફેસર ધર્મેન્દ્ર પાસેથી શીખવું જોઈએ. તેમના સમયમાં ફિલ્મ જગતમાં અનેક સ્ટાર્સ, સુપરસ્ટાર્સ, મિલેનિયમ સ્ટાર્સ, જ્યુબીલી, બાદશાહ આવ્યા અને જતા રહ્યા છતાં આ હિ-મેને કોઈની પણ સાથે સ્પર્ધા કરવાને બદલે પોતાની પહેલી ફિલ્મથી માંડીને છેલ્લી ફિલ્મ દરમિયાન કરોડો દર્શકોના દિલ જીતવાની મનમાં ગાંઠ વાળી અને તેને અનુસર્યા. તેમનો તો એક જ ઉદ્દેશ મારે કોઈ ટાઇટલની જરૂર નથી. મારે તો કરોડો લોકોના દિલમાં સ્થાન મેળવી તેમાં ધબકવુ છે. દેશના દિલજીગર બનવું છે. આ પછી તો તેમણે આ દિશામાં અકલ્પનીય શોહરત અને પ્રશંસા મેળવ્યા. એ સાચું છે નાની મોટી કોઈ પણ અભિનેત્રીઓ સાથે ખરાબ કે અશ્લીલ હરકતો તેમણે કરી નથી. તેમના સંબંધોમાં મિત્રતા જિંદાદિલી ધબકતી. તેમણે પોતે કહ્યું છે કે મેં દિલ સે જીતા હું. ઇમોશન્સ ઈઝ માય સ્ટ્રેન્ગ્થ.
તેમણે સંઘર્ષ ઘણો કર્યો પણ સફળતા માટે દોટ લગાવી નથી.એક દોર એવો પણ હતો કે સફળતા તેના ખોળામાં આવીને પડતી. એ પણ સાચું છે પુષ્કળ સફળતા મેળવ્યા બાદ જયારે તેમને પીછેહઠ કરવી પડી ત્યારે તેઓ કદી ગભરાયા નથી. જે કામ મળે, જેવું કામ મળે એવું લઈ આર્થિક તાકાત મેળવતા રહ્યા. અસ્તિત્વની લડાઈ લડતા રહ્યા. અનેક ઇન્ટરવ્યુમાં તેમણે જે માખણ જેવી અમૂલ્ય વાતો કરી છે એમાંથી તમને જે શીખવા મળશે તે કોઈ સ્કૂલ કોલેજમાંથી શીખવા નહીં મળે. એટલે જ કહેવું છે કે પ્રોફેસર ધર્મેન્દ્રએ સફળતા માટે પુરુષાર્થની કેડી કંડારી છે. સફળતા અને નિષ્ફળતાને સરખે ભાગે પચાવી છે અને માણી છે. એ જો આપણે શીખી લઈએ તો આપણે પણ ધર્મેન્દ્ર છીએ. ધર્મેન્દ્રના બાપુજી કેવલ કૃષ્ણ દેઓલજીની ઈચ્છા હતી કે દીકરો પ્રોફેસર બને. આથી ધર્મેન્દ્ર એક્ટર બનવા ઘરેથી નીકળ્યા ત્યારે તેઓ નારાજ હતા. આજે તેઓ સ્વર્ગમાં જ્યાં પણ હશે તેમને એટલુજ કહેવાનું કે તમારો દીકરો કોલેજનો પ્રોફેસર નહીં બન્યો પણ એનાથીય આગળ વધી સંસારનો પ્રોફેસર બન્યો. સદીઓ સુધી અમે બધા તેમના જીવનમાંથી અને ફિલ્મોની ભૂમિકાઓમાંથી જેટલી પ્રેરણા લઈ શકશું એટલી લેતા રહીશું. જીવનના સંઘર્ષોનો સામનો કરવાની કળા શીખતા રહીશું.
મોરારિ બાપુની “માનસ વંદે માતરમ કથા” ( ભાગ- 4}

મોરારિ બાપુની “માનસ વંદે માતરમ કથા” ( ભાગ- 3 )

મોરારિ બાપુની “માનસ વંદે માતરમ કથા” ( ભાગ- 2 )

મોરારિ બાપુની “માનસ વંદે માતરમ કથા” ( ભાગ- ૧ )

મોરારિ બાપુની
“માનસ વંદે માતરમ્”
કથા કોના લાભાર્થે ?

